આજે હું મારી બેંકોક ઓફીસની થોડી તસ્વીરો બતાવી રહ્યો છું.

આ ફોટો ઈટીસી પંજાબીના જુના એડીટ સુટનો છે, જ્યારે અમે બધા પેકેજ લીનીયર સેટ-અપ પર બનાવતા હતા...મોબાઈલથી લીધેલો ફોટો છે માટે ક્વોલીટી થોડી ખરાબ છે.

ઊપરનો ફોટો અમારા થાઈકોમની પાછળના ખેતરો નો છે , ત્યાંનુ આ ઝાડ તેના ખીલેલા ફુલો સાથે કેટલુ સરસ લાગે છે...

આ આપણા દૂરદર્શન જેવો લાગતો ટાવર એ તેમનો ટ્રાંસમીશન ટાવર છે.

આ જે તસ્વીર છે એ થાઈકોમ ના ટેરેસ પરથી લીધેલી છે જેમાં તેમના સ્ટાફ માટેની હોસ્ટેલ અને થોડીક ડીશ એંટેના પણ નજરે પડે છે.

આ થાઈકોમ નું મેઈન પ્રવેશ દ્વાર છે.

આ ઈટીસી પંજાબીનો ટ્રાંસમીશન રૂમ છે, અને જે જમણી બાજુ માં વાદળી કલરનુ મોનીટર જેવુ દેખાય છે તે તેનો નવો નોન-લીનીયર સેટ-અપ છે.

આ થાઈકોમના ટેરેસ પર નો ફોટો છે જેમા તમે
આઈપીસ્ટાર અને તેમના ડીટીએચ માટેના ડીશ એંટેના જોઈ શકો છો.

આ મેઈન ગેટ ની બાજુમાં આવેલી અને તેના મેઈન બીલ્ડીંગની બિલ્કુલ સામે આવેલી ખુલ્લી જગ્યા છે , જેનો ત્યાંનો સ્ટાફ ને અમે ક્યારેક નાની મોટી રમતો જેવી કે ફૂટબોલ અને બેડમીંટન જેવી રમતો રમવા ઊપયોગ કરતા હતા.

આ થાઈકોમનુ મેઈન ટ્રાંસમીશન બીલ્ડીંગ છે , જેમાંથી ઘણી બધી ચેનલોનુ પ્રસારણ થાય છે, જેને
થાઈકોમ ટેલીપોર્ટ એંડ ડીટીએચ સેંટર કહેવાય છે.
No comments:
Post a Comment