આજે ઘણા બધા વિષયો પર લખવાનો વિચાર છે.
1 ) ગુજરાત સમાચાર : છેલ્લા ઘણા દિવસોથી ..ખરેખર તો જ્યારથી સુરત માં પુર આવ્યુ છે ત્યારથી ગુજરાત સમાચાર ન્યુઝ પ્રીન્ટ્ની અછતના નામે 8 કે 10 પાના નુ જ પેપર આપે છે , મને એ ખબર નથી પડતી કે સુરતમાં એક અઠવાડીયુ જો આવી પરીસ્થીતી રહે તો શુ તેમની પાસેની ન્યુઝ પ્રીંટ ખતમ થઈ જાય અને પેપર બંધ થઈ જાય ? કોઈની જોડે આ સવાલનો જવાબ હોય તો મને લખીને મોકલજો, આ વાત મને ગુજરાત સમાચાર ની ખુબ જ ખરાબ લાગી. બીજી વાત કે આજના ઈંટરનેટના જમાનામાં દરેકે દરેક અખબારે પોતાનુ ઈ-મેલ આઈ ડી રાખવુ ક જોઈએ અને એને પેપરમાં છાપવું પણ જોઈએ જેથી કરીને કોઈને કાંઈ પણ લખવુ હોય તો પત્રનો સહારો ના લેતા જલ્દીથી પોતાની વાત તેમના સુધી પહોંચાડી શકાય.
2 ) ટેલીવીઝન : કાલે 15 ઓગસ્ટ હતી , મારી જેમ ઘણાં બધાએ નોટ કર્યુ હશે કે કાલે આખો દિવસ બધી ન્યુઝ ચેનલો પર માત્ર સ્વતંત્રતા દિવસની જ વાતો ચાલતી હતી , હું એમ નથી કહેતો કે એ ખોટુ છે પણ આખો દિવસ બીજા કોઈ જ સમાચાર નહી , મે બે થી ત્રણ વાર ટીવી ચાલુ કરીને બીજા કોઈ સમાચાર જોવાનો ટ્રાય કર્યો પણ કોઈ ફાયદો નહી, એ લોકો એજ રટણ સવારથી લઈને સાંજ સુધી ચાલુ રાખ્યુ હતુ , પણ જો બીજી કોઈ પણ સારી કે ખરાબ ઘટના ઘટી હોત તો તેમનો બધો રાષ્ટ્રપ્રેમ એક જ સેકંડ્માં ઊડી ગયો હોત અને બધાં પેલી બ્રેકીંગ ન્યુઝ્ની ઠૂમરી ગાવા લાગ્યા હોત.
3 ) કુમાર : આજે 2 વરસથી હું કુમાર નો વાચક છુ , આ માટે મારે કીશોર રાવળનો આભાર માનવો પડે અને કેસુંડાની જાણકારી આપવા બદલ રીડીફ ગુજરાતી નો આભાર માનવો પડે, રીડીફ ગુજરાતી તો જો કે હવે બંધ થઈ ગયુ છે, પણ જ્યારે ચાલતુ હતુ ત્યારે ખુબ જ સરસ હતુ , હજુ પણ તે અહીં પ્રાપ્ય છે. જે વાત મારે કહેવી છે એ ..એ છે કે કુમાર ખુબ જ સરસ માસીક છે અને આજના જમાનામાં જ્યારે ગુજરાતીમાં સારા સામાયીકોની કમી વર્તાય છે ત્યારે કુમાર તેની પરંપરા મુજબ ખુબ જ સુંદર કાર્ય કરી રહ્યુ છે, પણ અહીં પણ મારે એક જ સુચન છે અને એ જ કે કુમાર પણ એક મેલ આઈ ડી બનાવે જેથી પરદેશમાં રહેતા ગુજરાતીઓ પણ પોતનો અભીપ્રાય મોકલાવી શકે.
4) નીરવ મેહતા : જેમ મે પહેલા લખ્યુ હતુ ઉત્કર્ષ ના સેમીનાર વીશે, ત્યાં તેના ચેરમેન શ્રી નીરવ મહેતા એ પણ સંબોધન કરેલુ અને તેમણે કહેલુ કે ઊતકર્ષ એ માત્ર અને માત્ર તેમની ગુજરાતી તરફ્ના પ્રેમ ના લિધે જ રચવામાં આવ્યુ છે, મને તેમની આ વાત બહુ ગમી હતી, કારણકે જેમ બધા જાણે છે તેમ ગુજરાતીઓ ને માત્ર અને માત્ર વેપાર માં જ રસ હોય છે, પણ આ માણસ મને નોખી માટીનો લાગે છે. આશા રાખુ અને શુભેચ્છા આપુ કે તેમનુ આ દરેક ગુજરાતીના ઘરમાં ઊત્કર્ષ નુ સપનુ પુરૂ થાય , તેમનો CNBC નો સાક્ષાત્કાર અમે તેમની સાઈટ પર જોઈ શકો છો.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment