આજથી પાવન પર્યુષણનો પ્રારંભ થયો છે, દર વખતે ગણપતી અને પર્યુષણ બંને જોડે જ આવે છે. પણ આ વખતે ગુજરાતી મહીનાના કોઈ કારણસર એક દિવસ પછી શરુ થયુ છે,
અમારી ઓફીસમાં દર વખતની જેમ આ વખતે પણ ગણપતી સ્થાપના કરી હતી દોઢ દિવસ માટે, તો જો તેના ફોટા મને મળશે તો હું અપલોડ કરીશ
Monday, August 28, 2006
Thursday, August 24, 2006
બેંકોક ઓફીસ
હું અને સદા અમારા ઈટીસીના ટ્રાંસમીશન રૂમમાં ...
થાઈકોમના સ્ટાફનાં ડોર્મ તરફથી ડીશ એંટેના અને ટ્રાંસમીશન ટાવરનો ફોટો
થાઈકોમની છત પરથી લિધેલો ડોર્મ અને તેની આગળનુ નાનુ સુંદર તળાવ
ટ્રાંસમીશન ટાવર અને ડીશ એંટેનાનો સાથે નો ફોટો ડોર્મ તરફથી...
મેઈન ગેટની સામે આવેલા ચોખાના ખેતરો....
અને આ છે થાઈકોમનો મેઈન રીસેપ્શન અને લોબી વીભાગ અને એમસીઆર તરફ જવાનો રસ્તો ...
આ સાથે જ મારી બેંકોક ઓફીસ ની મારી આ સીરીજ પૂરી થઈ .

Wednesday, August 23, 2006
બેંકોક ઓફીસ
આજે હું મારી બેંકોક ઓફીસની થોડી તસ્વીરો બતાવી રહ્યો છું.
આ ફોટો ઈટીસી પંજાબીના જુના એડીટ સુટનો છે, જ્યારે અમે બધા પેકેજ લીનીયર સેટ-અપ પર બનાવતા હતા...મોબાઈલથી લીધેલો ફોટો છે માટે ક્વોલીટી થોડી ખરાબ છે.
ઊપરનો ફોટો અમારા થાઈકોમની પાછળના ખેતરો નો છે , ત્યાંનુ આ ઝાડ તેના ખીલેલા ફુલો સાથે કેટલુ સરસ લાગે છે...
આ આપણા દૂરદર્શન જેવો લાગતો ટાવર એ તેમનો ટ્રાંસમીશન ટાવર છે.
આ જે તસ્વીર છે એ થાઈકોમ ના ટેરેસ પરથી લીધેલી છે જેમાં તેમના સ્ટાફ માટેની હોસ્ટેલ અને થોડીક ડીશ એંટેના પણ નજરે પડે છે.
આ થાઈકોમ નું મેઈન પ્રવેશ દ્વાર છે.
આ ઈટીસી પંજાબીનો ટ્રાંસમીશન રૂમ છે, અને જે જમણી બાજુ માં વાદળી કલરનુ મોનીટર જેવુ દેખાય છે તે તેનો નવો નોન-લીનીયર સેટ-અપ છે.
આ થાઈકોમના ટેરેસ પર નો ફોટો છે જેમા તમે આઈપીસ્ટાર અને તેમના ડીટીએચ માટેના ડીશ એંટેના જોઈ શકો છો.
આ મેઈન ગેટ ની બાજુમાં આવેલી અને તેના મેઈન બીલ્ડીંગની બિલ્કુલ સામે આવેલી ખુલ્લી જગ્યા છે , જેનો ત્યાંનો સ્ટાફ ને અમે ક્યારેક નાની મોટી રમતો જેવી કે ફૂટબોલ અને બેડમીંટન જેવી રમતો રમવા ઊપયોગ કરતા હતા.
આ થાઈકોમનુ મેઈન ટ્રાંસમીશન બીલ્ડીંગ છે , જેમાંથી ઘણી બધી ચેનલોનુ પ્રસારણ થાય છે, જેને થાઈકોમ ટેલીપોર્ટ એંડ ડીટીએચ સેંટર કહેવાય છે.

Tuesday, August 22, 2006
indian food
Hey guys gr8 news to tell, As our channel has finished 5 years, We had a great party on 29th of Aug thats yesterday, We have celebrated with good Indian food at home, It was really nice..i mean always nice to have Indian food here in Bangkok as otherwise we have to have Rice preparatins only, so it was a nice change and kind of refreshment...the taste will stay there for atleast a week or couple..lets hope it stays more...let me tell you more We do had some drinking also (not me as i don't drink), other guys had Heineken. So it was a great nice party which will be remembered till long time......I mean till next great party which is due very soon..So till than good bye take care. Enjoy
મારુ કામ
હાય આજે હું મારા કામ વિશે થોડુ લખીશ, હું ટીવી ચેનલમાં કામ કરુ છું મારી ચેનલ નુ નામ તો નહી કહુ પણ એટલુ જરૂર કહીશ કે મારી ચેનલ ઘણી જ લોક્પ્રિય ચેનલ છે અને એ પણ જણાવી દઉં કે એક મ્યુજિક ચેનલ છે અને આ જે રૂમ તમે જોઇ રહ્યા છો તે તેનો ટ્રાંશમીશન રૂમ છે ચેનલ નુ ટેલીકાસ્ટ બેકોંક થી થાય છે, કામ ઘણુ જ જવાબદારી વાળુ છે પણ કયા કામ તે હોતી નથી,કામ કરવાની ખુબ જ મજા આવે છે મારી પાછળ તમે પ્લેબેક કરવાનો સેટ અપ જોઇ શકો છો, ત્યાંથી જ દરેક પ્રોગ્રામનુ પ્રસારણ થાય છે, જે આખી દુનીયામા જોઇ શકાય છે,બસ આજે આટલુ જ બાકિ ફરી ક્યારેક .....
માથેરાનનુ સૌંદર્ય
Monday, August 21, 2006
ફ્રી સીડી
ગઈ કાલે મને આઈએલડીસી તરફથી હીન્દી સોફ્ટવેર ટૂલ્સની સીડી મળી. મને ઘણુ જ આશ્ચર્ય થયુ કારણકે જ્યારે મે જાણ્યુ હતુ કે તેઓ ફ્રી સીડી આપી રહ્યા છે ત્યારે મે પણ ગુજરાતી માટે મારુ રજીસ્ટ્રેશન કરાવ્યુ હતુ , પણ હજી તેમની પાસે ગુજરાતી તૈયાર નથી, છતાં પણ તેમણે મને હીન્દી ની સીડી મોકલાવી. તમે પણ અહીંયા નામ નોંધાવી તમારી સીડી મેળવી શકો છો. અને જો તમારે ગુજરાતીમાં આ સીડી ખરીદવી હોય તો અહીયાં સંપર્ક કરી શકો છો.
Sunday, August 20, 2006
અમદાવાદ નો વરસાદ
આજ કાલ અમદાવાદમાં પૂર આવ્યુ છે, હું 11 વરસ અમદાવાદમાં રહ્યો છું પણ સાબરમતીમાં આટલુ બધુ પાણી જોયુ નથી, જો કોઈની પાસે આવી પાણીથી ભરપૂર સાબરમતીનાં ફોટા હોય તો મહેરબાની કરીને મને લીંક અથવા તો મને jigaruna@yahoo.com પર મોકલવા વીનંતી...
Tuesday, August 15, 2006
ઘણુ બધુ
આજે ઘણા બધા વિષયો પર લખવાનો વિચાર છે.
1 ) ગુજરાત સમાચાર : છેલ્લા ઘણા દિવસોથી ..ખરેખર તો જ્યારથી સુરત માં પુર આવ્યુ છે ત્યારથી ગુજરાત સમાચાર ન્યુઝ પ્રીન્ટ્ની અછતના નામે 8 કે 10 પાના નુ જ પેપર આપે છે , મને એ ખબર નથી પડતી કે સુરતમાં એક અઠવાડીયુ જો આવી પરીસ્થીતી રહે તો શુ તેમની પાસેની ન્યુઝ પ્રીંટ ખતમ થઈ જાય અને પેપર બંધ થઈ જાય ? કોઈની જોડે આ સવાલનો જવાબ હોય તો મને લખીને મોકલજો, આ વાત મને ગુજરાત સમાચાર ની ખુબ જ ખરાબ લાગી. બીજી વાત કે આજના ઈંટરનેટના જમાનામાં દરેકે દરેક અખબારે પોતાનુ ઈ-મેલ આઈ ડી રાખવુ ક જોઈએ અને એને પેપરમાં છાપવું પણ જોઈએ જેથી કરીને કોઈને કાંઈ પણ લખવુ હોય તો પત્રનો સહારો ના લેતા જલ્દીથી પોતાની વાત તેમના સુધી પહોંચાડી શકાય.
2 ) ટેલીવીઝન : કાલે 15 ઓગસ્ટ હતી , મારી જેમ ઘણાં બધાએ નોટ કર્યુ હશે કે કાલે આખો દિવસ બધી ન્યુઝ ચેનલો પર માત્ર સ્વતંત્રતા દિવસની જ વાતો ચાલતી હતી , હું એમ નથી કહેતો કે એ ખોટુ છે પણ આખો દિવસ બીજા કોઈ જ સમાચાર નહી , મે બે થી ત્રણ વાર ટીવી ચાલુ કરીને બીજા કોઈ સમાચાર જોવાનો ટ્રાય કર્યો પણ કોઈ ફાયદો નહી, એ લોકો એજ રટણ સવારથી લઈને સાંજ સુધી ચાલુ રાખ્યુ હતુ , પણ જો બીજી કોઈ પણ સારી કે ખરાબ ઘટના ઘટી હોત તો તેમનો બધો રાષ્ટ્રપ્રેમ એક જ સેકંડ્માં ઊડી ગયો હોત અને બધાં પેલી બ્રેકીંગ ન્યુઝ્ની ઠૂમરી ગાવા લાગ્યા હોત.
3 ) કુમાર : આજે 2 વરસથી હું કુમાર નો વાચક છુ , આ માટે મારે કીશોર રાવળનો આભાર માનવો પડે અને કેસુંડાની જાણકારી આપવા બદલ રીડીફ ગુજરાતી નો આભાર માનવો પડે, રીડીફ ગુજરાતી તો જો કે હવે બંધ થઈ ગયુ છે, પણ જ્યારે ચાલતુ હતુ ત્યારે ખુબ જ સરસ હતુ , હજુ પણ તે અહીં પ્રાપ્ય છે. જે વાત મારે કહેવી છે એ ..એ છે કે કુમાર ખુબ જ સરસ માસીક છે અને આજના જમાનામાં જ્યારે ગુજરાતીમાં સારા સામાયીકોની કમી વર્તાય છે ત્યારે કુમાર તેની પરંપરા મુજબ ખુબ જ સુંદર કાર્ય કરી રહ્યુ છે, પણ અહીં પણ મારે એક જ સુચન છે અને એ જ કે કુમાર પણ એક મેલ આઈ ડી બનાવે જેથી પરદેશમાં રહેતા ગુજરાતીઓ પણ પોતનો અભીપ્રાય મોકલાવી શકે.
4) નીરવ મેહતા : જેમ મે પહેલા લખ્યુ હતુ ઉત્કર્ષ ના સેમીનાર વીશે, ત્યાં તેના ચેરમેન શ્રી નીરવ મહેતા એ પણ સંબોધન કરેલુ અને તેમણે કહેલુ કે ઊતકર્ષ એ માત્ર અને માત્ર તેમની ગુજરાતી તરફ્ના પ્રેમ ના લિધે જ રચવામાં આવ્યુ છે, મને તેમની આ વાત બહુ ગમી હતી, કારણકે જેમ બધા જાણે છે તેમ ગુજરાતીઓ ને માત્ર અને માત્ર વેપાર માં જ રસ હોય છે, પણ આ માણસ મને નોખી માટીનો લાગે છે. આશા રાખુ અને શુભેચ્છા આપુ કે તેમનુ આ દરેક ગુજરાતીના ઘરમાં ઊત્કર્ષ નુ સપનુ પુરૂ થાય , તેમનો CNBC નો સાક્ષાત્કાર અમે તેમની સાઈટ પર જોઈ શકો છો.

Wednesday, August 09, 2006
રક્ષાબંધન
આજે રક્ષાબંધન છે, ખુબ જ સરસ તહેવાર છે , ભાઈ બહેન ના પ્રેમ નો પ્રતીક આ તહેવાર મને બહુ ગમે છે, કારણકે મારે એક જ બહેન છે અને બધાને ખબર છે કે એક ની એક હોય એ ખૂબ જ લાડકી હોત તેમ રીતુ પણ અમારી ખૂબ જ લાડકી બહેન છે આજે સમીર ને બેંકોકમાં રહેવા છતાં આ તહેવાર માણવા મળશે કારણકે જીતુભાઈ આજે જાય છે તેમની જોડે તેની રાખડી મોકલાવી દઈશ
આજે ટ્રેનમાં પણ ખબર પડી જાય કે આજે કાંઈ અનોખો દિવસ છે કારણકે આજે ખૂબ જ ગરદી હતી , જાણે એમ લાગતુ હતુ કે મુંબઈની બધી બહેનો એ જ ટ્રેનમાં આવી ગયી છે, પણ ઘણુ સારુ લાગ્યુ કારણકે ગઈ કાલ ના પેપર માં એવુ લખ્યુ હતુ કે કદાચ આજે મોટી ભરતીના લીધે રક્ષાબંધન બગડે પણ ખરુ , પણ મને લાગે છે કે ભગવાને લાખો બહેનોની દુઆ સાંભળી અને અત્યાર સુધી વાતાવરણ એક્દમ સરસ છે.

Tuesday, August 08, 2006
સાધારણ
આજ કાલ કાંઈ નવીનતા નથી ચાલી રહી , જીવન એકદમ શાંતીથી ચાલી રહ્યુ છે, ઘણુ લખવાની ઈચ્છા છે પણ ખબર નહી કેમ મન તૈયાર જ થતુ નથી કારણ તો કાંઈ ખબર નથી, મારે જે ભાયંદર જૈન સમાજનો બ્લોગ ચાલુ કરવો છે તેનુ પણ કાંઈ થઈ નથી રહ્યુ, જોઈએ ક્યારે ચાલુ કરી શકીશ , મને બહુ ઈચ્છા છે તેને માટે ...
Saturday, August 05, 2006
રજાનો દિવસ
આજે શનીવારે તો રજા હોય છે, પણ બીએમએસ ની ટ્રેનીંગ માટે આવવુ પડ્યુ, આવુ પડ્યુ એનો અફસોસ નથી પણ વગર કામ નુ બેસી રહેવુ પડ્યુ એનુ ઘણો અફ્સોસ છે, કારણકે અમારી ટ્રેનીંગ તો ક્યારની પતી ગયી હતી,
Subscribe to:
Posts (Atom)