માં બાપને સોને ન મઢાવાય તો ચાલે, હીરે ન જડાય તો ચાલે પણ આંતરડી તો ના જ કકળાવાય
જે દીકરાના જન્મ વખતે મા બાપે પેંડા વહેચ્યા.. એ જ દિકરાઓએ મોટ થઈને મા બાપને વહેંચ્યા.
મા બાપની આંખમાં બે વખત આંસુ આવે છે. દિકરી ઘર છોડે ત્યારે..દિકરો તરછોડે ત્યારે...
ઘરની માંને રડાવે ને મંદીરની માંને ચુંદડી ઓઢાડે...યાદ રાખજે મંદીરની માં તારા પર ખુશ નહી થાય !
બચપણમાં જે દિકરાને મા બાપે બોલતા શીખવાડ્યુ હતુ . એ જ દિકરા ઘડપણમાં મા બાપ ને ચુપ રહેતા શીખવાડે છે.
4 વર્ષનો તારો બાબલો જો તારા પ્રેમને ઈચ્છે છે, તો 80 વર્ષના તારા મા બાપ તારો પ્રેમ કેમ ન ઈચ્છે ?
આજના છોકરાઓ હયાત મા બાપ ને ચુપ કરે છે
અને તેઓના અવસાન પછી મા બાપના ફોટામાં ધૂપ કરે છે.
સારુ કામ કરવા માટે માણસ પાસે સમય નથી
અને જે લોકો સારુ કામ કરે છે તેમને સમય ઓછો પડે છે.
ફાવે તેવુ બોલાય નહી, ભાવે તેવુ ખવાય નહી
અને હાથમાં આવે તેટલુ વપરાય નહી
એસી કરની કર ચલો, તુમ હસો જગ રોયે
પાંચ પ્રકારનો પૈસો ઝેર સમાન છે.
1)પાપનો 2) થાપણનો 3) દિકરીનો 4) ધર્માદાનો 5) બીજાના ભાગનો
જે માં એ તારા માટે ખાટું-ખારુ ખાવાનુ છોડ્યુ હતુ, કડવા ઓસડીયા પીધા હતા એ માંનુ મન ખાટુ કરતો નહી, એનુ જીવન ખારુ ન કરતો,અને કડવા વચન ન કહેતો કમસે કમ આટલુ તો કરજે જ...
તે જ્યારે ધરતી પર પહેલો શ્વાસ લીધો ત્યારે તારા માતા પિતા તારી પાસે હતા, માતા પિત છેલ્લો શ્વાસ લે ત્યારે તું એમની પાસે રહેજે...
નાનો હતો ત્યારે માંની પથારી ભીની રાખતો મોટો થયો, ને..માંની આંખડી ભીની રાખે છે રે ..પુત્ર ! તને માંને ભીનશમાં રાખવાની ટેવ પડી છે.!!
માં ! પહેલા આંસુ આવતા ને તુ યાદ આવતી, આજે તુ યાદ આવે છે ને આંસુ આવે છે.
માતા પિતા ક્રોધી છે, પક્ષપાતી છે , એમનો સ્વભાવ વહેમી છે, એ બધુ નંબર 2 માં છે, પણ માં બાપ છે, એ નંબર 1 માં છે.
સંસારની બે કરુણતા...માં વિનાનુ ઘર ...અને ઘર વિનાની માં ...!!
1 કીલોની દુધી 1 કલાક ઊચકીને ઊભા રહેતા તારો હાથ દુ:ખી જાય છે...તો તને 9 મહીને માંએ પેટમાં કેવી રીતે ઊંચક્યો હશે
જે મસ્તી આંખોમાં છે તે સુરાલયમાં નથી હોતી. અમીરી કોઈ દિલની મહાલયમાં નથી હોતી. શીતલતા પામવા દોટ કાં મુકે છે માનવી...!! જે માં ની ગોદમાં છે તે હિમાલયમાં નથી હોતી.
બચપણ ના આઠ વર્ષ આંગળી પકડીને જે માં બાપ તને સ્કુલે લઈ ગયા' તા એ માં બાપને ઘડપણના 8 વર્ષ આંગળી ઝાલીને મંદીરે લઈ જજે .
માં અને ક્ષમા બન્ને એક જ છે કેમકે, માફી આપવામાં બન્ને નેક છે.
મા બાપે આપેલો સાચો વારસો પૈસો નહી , પણ ..પ્રામાણિકતા અને સંસ્કાર છે
ઘરમાં ઘરડા માં બાપને સાચવે નહી , અને ઘરડાઘરમાં ડોનેશન આપે, જીવદયામાં રૂપીયા લખાવે અને જીવદયા પ્રેમી કહેવો એ જીવદયાનુ અપમાન છે.
જે દિવસે મા બાપ તમારા કારણે રડે છે , ત્યારે તમારો કરેલો ધર્મ એ આંસુમાં વહી જાય છે
બચપણમાં ગોદ દેનારને ઘડપણમાં દગો દેનારો ના બનતો...
પત્ની પસંદગીથી મળતી ચીજ છે.માબાપ પુણ્યથી મળતી ચીજ છે માટે પુણ્યથી મળતી ચીજને ઠુકરાવશો નહી
પેટમાં પાંચ દિકરા જેને ભારે નો'તા પડ્યા એ માં પાંચ ફ્લેટમાં ભારે પડે છે !!
કબુતરને જુવાર નાંખનારો જુવાન જો ઘરડા મા બાપને જાળવે નહીં તો, એની જુવારમાં કોઈ ભલીવાર નથી ....
ભાગ માટે ભાંજગડ કરનારા દીકરાઓ બે ચીજ માટે ઊદાર બને છે જેનુ નામ છે માં બાપ
શ્રવણ બનીને તીર્થયાત્રા ન કરાવી શકો તો કાંઈ નહી , પણ ...માત પિતાની જીવનયાત્રા યાતનામય ન બને તેનું ધ્યાન તો રાખશો જ.
મંગલસુત્ર પણ વેચીને મોટો કરનાર મા બાપને બહાર કાઢનારા એ યુવાન ! તું તારા જીવનમાં અમંગલ સુત્ર શરુ કરે છે.
પ્રેમને સાકાર થવાનુ મન થયું ને માં નું સર્જન થયુ
માં એ પુર્ણ શબ્દ છે, ગ્રંથ છે , યુનિવર્સીટી છે. માં મંત્ર બીજ છે. પ્રત્યેક સર્જનનો આધાર છે માં
ગમે તેવા હોય ગુણીજન, તો'ય માં ના સૌ ઋણીજન .
ઘરના નામ માત્રુછાયા ને પીત્રુછાયા પણ એમાં મા બાપના પડછાયા'ય ન પડવા દે...તો એ મકાનનું નામ પત્નીછાયા રાખવુ ઠીક થઈ પડે...
બચપણમાં જેણે તમને હૈયે પાળ્યા, ઘડપણમાં એના હૈયા બાળ્યા તો યાદ રાખજો ..તમારા ભાગ્ય પરવાર્યા.
મા બાપને વ્રુધ્ધાશ્રમમાં મુકવા જતા યુવાન ! જરાક વિચારજે, તને અનાથાશ્રમમાં નથી મુક્યો એ ભુલની સજા તો નથી કરતો ને ?
મારે ખરી પણ .....માર ખાવા ન દે એનું નામ `માં'
જે પુત્ર માતા પિતાની સેવા ન કરે, તેમને હળધુત કરે , તેને જીવનમાં કદી પણ શાંતી નથી મળતી
સાર પુસ્તકો સમાજની ગંદકી સાફ કરે છે.
મનુષ્ય ના જીવનમાં એક એવો સમય આવે છે કે પ્રભુ એના ભાગ્યની ચાવી ખોલી આપે છે.ત્યારે તમે સાધુ સંતોને ખુબ જમાડજો, ગરીબોને , ભિક્ષુકોને ખુબ દાન કરજો કારણકે મ્રુત્યુ પછી ફક્ત તમારુ કર્મ જ જોડે આવે છે.
આ સંસાર પ્રભુની માયા છે-એમાં પુત્ર, પત્ની,ઘર, ધન એની ઊપર બીલકુલ મોહ રાખશો નહી - અ બધુ નાશવંત છે.
ગમે તેટલાં માનપત્રો મળ્યા હશે, તમે અબજો પૈસાની સંપતીના માલિક હશો, પણ મ્રુત્યુ વખતે આ કંઈ પણ સાથે આવવાનું નથી. તમારુ કર્મ જ સાથે આવશે.
સૌજન્ય : માત્રુશ્રી ફાઉંડેશન ટ્રસ્ટ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment