આજે બે ત્રણ વાત કરવી છે. પહેલી વાત એ કે ચૂંટણી પહેલા કોઈ યુવા નેતા ની વાત નહોતું કરતું અને બધા માત્ર સોદાબાજી ની જ વાતો કરતા હતા. અને હવે યુપીએને ચોખ્ખી બહુમતી મળી છે તો પણ બધા પોતાના લાભ માટે ટેકો આપવા આગળ આવ્યા છે.
બહુ દિવસથી આઈમેક્ષ સિનેમા જોવાની ઇચ્છા છે. ખબર નહી ક્યારે પૂરી થશે. મુંબઈનું આઈમેક્ષ તો બંધ થઈ ગયુ છે પણ અમદાવાદનું હજી ચાલે છે. તો જોઈએ હવે ક્યારે પુરી થાય છે આ ઇચ્છા.....
ત્રીજી વાત એ કે ચૂંટણી પહેલા કોઈ યુવા શક્તિની વાત પણ નહોતું કરતું અને હા આ વખતે ચૂંટણીમાં કોઈ પક્ષ જોડે સામાન્ય માણસની મુળભુત જરૂરિયાતો જેવી કે રોટી, કપડા ઓર મકાન ...આ ત્રણ વિશે કોઈ પક્ષ જોડે કોઈ કાર્યક્રમ નથી .અને મને લાગતું પણ નથી કે ભવિષ્યમાં પણ હશે .