Thursday, April 30, 2009

મતદાન

આજે મતદાનનો દિવસ હતો અને મે મતદાન કર્યું નહી. કારણકે જેટલા પણ ઊભા હતા તેમાંથી એક પણ મને મારા કિંમતી વોટને લાયક ન લાગ્યો.

Wednesday, April 29, 2009

ચુંટણી

કાલે અમારા ઠાણેમાં ચુંટણી છે અને મને આજ સાંજ સુધી ખબર નહોતી કે મારા મતવિસ્તારમાં 30 ઉમેદવાર ઉભા છે. જેમાંથી 19 તો અપક્ષ છે. હવે જો માર જેવા ભણેલા ગણેલા નેટ વાપરતા મતદાતાને જ ખબર ના હો તો બાકીનાને તો ભગવાન જ બચાવે . અને જ્યારે એ જ ખબર ના હોય કે કોણ ઉભુ છે ત્યારે વોટ કોને આપવો તે તો કેવી રીતે નક્કી કરી શકાય. ઈતી.......

Tuesday, April 28, 2009

મોટોરોકર

ગયા અઠવાડિયે મારા મોટોરોકરમાં iphone થીમ નાખવા ગયો અને મારો ફોન હેંગ થઈ ગયો. મોટોની બુટ સ્ક્રીન આવીને અટકી જતી હતી. ઘણી મહેનત કરી પણ કશુ ના થયું. ફોર્મેટ પણ કરવાની કોશીશ કરી પણ કાંઈ ના વળ્યુ, છેવટે મોટો સર્વિસ સેંટરમાં જઈને સોફ્ટવેર અપડેટ કરાવવું પડ્યુ ત્યારે ફોન ચાલુ થયો. પણ મારા બધા કોંટેક્ટ ડીલીટ થઈ ગયા. હવે નક્કી કર્યુ કે આમા કાંઈ પ્રયોગો કરવા જેવા નથી .

Monday, April 27, 2009

કોસબાડ

ગયા શની રવી અમે કોસબાડ ગયા હતા. કોસબાડ દહાણું જોડે આવેલું જૈન શ્વેતાંબર તીર્થ છે. ત્યાં રહેવા અને જમવાની ખુબ જ સરસ સગવડ છે. 30 જણાના ગ્રુપ જોડે ગેટ ટુ ગેધર નો પ્રોગ્રામ હતો. બે દિવસ ક્યાં ગયા કાંઈ ખબર ના પડી. ફોટા અહીં જોઈ શકો છો.

Friday, April 17, 2009

ત્રાસ

આજકાલ બે પ્રકારના ત્રાસ ચાલે છે. બન્નેમાં રાજકારણ જ છે. ઓફિસમાં રીપોર્ટરો પણ રાજકારણની જ સ્ટોરી લાવે છે ( કારણકે ઈલેક્શન ફિવર ) અને ઘરે ટીવી પર પણ એજ. બન્ને જગ્યાએ રાજકારણીઓના ચહેરા જોઈ જોઈ ત્રાસી ગયો છુ. અને આ ત્રાસ હજી મે મહીના સુધી ચાલુ જ રહેવાનો છુ. ( કારણ એક જ છે કે એમના જેવા સ્વાર્થી લોકો કોઈ નથી.) હવે તો સુપ્રીમ કોર્ટે કહ્યુ હતું તેમ આ દેશને ભગવાન જ બચાવે ... અને છેલ્લે જો તમે આ દેશના તારણહાર બનવા માંગતા હોય તો વોટ કરો.