Tuesday, February 24, 2009

મોટોરોલા ની બલીહારી

હું એક વરસ પહેલા મોટોરોકર ઈ 6 લાવ્યો હતો. એક વરસ પછી મને યાદ આવ્યુ કે તેમાં એક પીસી સીંક સીડી પણ આપી છે. તે પીસીમાં ઈંસ્ટોલ કરી અને ફોન સીંક કરવાનો પ્રયત્ન કર્યો. પણ બે વાર પ્રયત્ન કર્યા છતાં મારો ફોન પીસી સાથી જોડાણ કરવામાં અસફળ રહ્યો. ફોનની સિંક કરતા જ તે હેંગ થઈ જતો હતો , બે ત્રણ વાર કર્યા પછી તેની સાથે મળેલી બૂકલેટ જોતા ખબર પડી કે તે સોફ્ટવેર મારા ફોન ને સપોર્ટ જ નથી કરતુ. મોટોરોલાની બલીહારી....

Monday, February 23, 2009

આજકાલ

આજકાલ જ્યાં જુઓ ત્યાં ટોળાશાહી ચાલી રહી છે. કોઈ કામ નથી બનતુ ચલો ટોળાશાહી નો ઊપયોગ કરીને બધા પોતાનુ કામ કઢાવી લેવાની કોશીશ કરી રહ્યા છે. મને તો આ વાતનો બહુ જ ગુસ્સો આવે છે.

Monday, February 09, 2009

ILDC સીડી

થોડા દિવસ પહેલા ILDC પર ગુજરાતી સોફ્ટવેર માટે નોંધણી કરી હતી અને બે દિવસ પહેલા તેની સીડી મને મળી સીડી મળતા જ મે તેના બધાજ સોફ્ટવેર પીસીમાં ઈંસ્ટોલ કર્યા થોડા ઘણા વાપરવામાં સરળ છે તે રાખ્યા અને બાકી બધા અનઈંસ્ટોલ કરી દીધા છતાં પણ જે પણ બાકીના સોફ્ટવેર છે તે વાપરવામાં ઘણી મજા આવે છે અને હા એક ફરીયાદ છે કે હીંદીમાં ગુજરાતી કરતા ઘણા વધારે સોફ્ટવેર છે