Monday, April 27, 2009
કોસબાડ
ગયા શની રવી અમે કોસબાડ ગયા હતા. કોસબાડ દહાણું જોડે આવેલું જૈન શ્વેતાંબર તીર્થ છે. ત્યાં રહેવા અને જમવાની ખુબ જ સરસ સગવડ છે. 30 જણાના ગ્રુપ જોડે ગેટ ટુ ગેધર નો પ્રોગ્રામ હતો. બે દિવસ ક્યાં ગયા કાંઈ ખબર ના પડી. ફોટા અહીં જોઈ શકો છો.
Friday, April 17, 2009
ત્રાસ
આજકાલ બે પ્રકારના ત્રાસ ચાલે છે. બન્નેમાં રાજકારણ જ છે. ઓફિસમાં રીપોર્ટરો પણ રાજકારણની જ સ્ટોરી લાવે છે ( કારણકે ઈલેક્શન ફિવર ) અને ઘરે ટીવી પર પણ એજ. બન્ને જગ્યાએ રાજકારણીઓના ચહેરા જોઈ જોઈ ત્રાસી ગયો છુ. અને આ ત્રાસ હજી મે મહીના સુધી ચાલુ જ રહેવાનો છુ. ( કારણ એક જ છે કે એમના જેવા સ્વાર્થી લોકો કોઈ નથી.) હવે તો સુપ્રીમ કોર્ટે કહ્યુ હતું તેમ આ દેશને ભગવાન જ બચાવે ... અને છેલ્લે જો તમે આ દેશના તારણહાર બનવા માંગતા હોય તો વોટ કરો.
Monday, March 23, 2009
બે સમાચાર
કાલે બીલ્લુ અને 13B એક જ દિવસે જોઈ નાખ્યા. બિલ્લુ તો સારુ જ છે. પણ 13B તો એક્દમ ચકાચક પીક્ચર છે. બધાએ જોવા જેવું છે. આજકાલ ઈંડિયામાં આવા જુદી જ ટાઈપના પીક્ચર બનવા લાગ્યા છે. ઓછા પૈસામાં વધારે મજા.
આજે નેનો લોંચ થઈ. ટાટાએ તો પોતાનું સપનું પુરુ કર્યું હવે જોઈએ ભારતના કેટલા લોકોના સપના પુરા થાય છે.
આજે નેનો લોંચ થઈ. ટાટાએ તો પોતાનું સપનું પુરુ કર્યું હવે જોઈએ ભારતના કેટલા લોકોના સપના પુરા થાય છે.
Sunday, March 22, 2009
IPL
આઈપીએલ તો હવે ભારતની બહાર ગયું. મને નથી લાગતુ કે હવે સ્ટેડિયમમાં ગઈ વખત જેવો ઉત્સાહ જોવા મળે. કારણકે ભારત જેવી ક્રીકેટ ક્રેઝી પબ્લિક બીજે ક્યાંય જોવા નહી મળે. ટીવી પર ભલે તે ખુબ જ સફળ થાય પણ ગ્રાઉંડ પર તો પહેલા જેવી સફળ નહી જ થાય.
Saturday, March 21, 2009
Tuesday, March 03, 2009
બે સમાચાર

આજે બે ખબર આપવી છે. એક સારી છે અને બીજી ખરાબ છે.
1) પહેલી ખબર છે જે ઝી ગુજરાતી ચેનલ 30 એપ્રીલથી બંધ થવાની છે. કારણ કે ગુજરાતીઓ ગુજરાતી ચેનલ જોતા નથી અને તેના લીધે ધંધાકીય રીતે પરવડતી નથી.
2) મારી ફેવરીટ મોબાઈલ કંપની મોટોરોલા એક નવો ફુલ ટચસ્ક્રીન ફોન લોંચ કરી રહી છે હજી તેને માર્કેટમાં આવતા વાર લાગશે કારણકે તે હજી ટેસ્ટીંગ પીરીયડમાં છે . નીચી તેઓ ફોટા ઊપર આપ્યા છે. હું તો રાહ જોઈ રહ્યો છું કે ક્યારે લોંચ થાય છે .
Tuesday, February 24, 2009
મોટોરોલા ની બલીહારી
હું એક વરસ પહેલા મોટોરોકર ઈ 6 લાવ્યો હતો. એક વરસ પછી મને યાદ આવ્યુ કે તેમાં એક પીસી સીંક સીડી પણ આપી છે. તે પીસીમાં ઈંસ્ટોલ કરી અને ફોન સીંક કરવાનો પ્રયત્ન કર્યો. પણ બે વાર પ્રયત્ન કર્યા છતાં મારો ફોન પીસી સાથી જોડાણ કરવામાં અસફળ રહ્યો. ફોનની સિંક કરતા જ તે હેંગ થઈ જતો હતો , બે ત્રણ વાર કર્યા પછી તેની સાથે મળેલી બૂકલેટ જોતા ખબર પડી કે તે સોફ્ટવેર મારા ફોન ને સપોર્ટ જ નથી કરતુ. મોટોરોલાની બલીહારી....
Monday, February 23, 2009
આજકાલ
આજકાલ જ્યાં જુઓ ત્યાં ટોળાશાહી ચાલી રહી છે. કોઈ કામ નથી બનતુ ચલો ટોળાશાહી નો ઊપયોગ કરીને બધા પોતાનુ કામ કઢાવી લેવાની કોશીશ કરી રહ્યા છે. મને તો આ વાતનો બહુ જ ગુસ્સો આવે છે.
Monday, February 09, 2009
ILDC સીડી
થોડા દિવસ પહેલા ILDC પર ગુજરાતી સોફ્ટવેર માટે નોંધણી કરી હતી અને બે દિવસ પહેલા તેની સીડી મને મળી સીડી મળતા જ મે તેના બધાજ સોફ્ટવેર પીસીમાં ઈંસ્ટોલ કર્યા થોડા ઘણા વાપરવામાં સરળ છે તે રાખ્યા અને બાકી બધા અનઈંસ્ટોલ કરી દીધા છતાં પણ જે પણ બાકીના સોફ્ટવેર છે તે વાપરવામાં ઘણી મજા આવે છે અને હા એક ફરીયાદ છે કે હીંદીમાં ગુજરાતી કરતા ઘણા વધારે સોફ્ટવેર છે
Saturday, January 17, 2009
ફિલ્મ રીવ્યુ
આજકાલ બહુચિર્ચત ઘજિનિ ,રબ ને બના દી જોડી અને હા સ્લમડોગ મિલિયોનેર પણ જોઈ લિધી તેમાં ઘજિનિ સાધારણ લાગી હું હજી સમજી શક્યો કે પ્રેક્ષકોને શું પસંદ પડ્યુ છે તેમાં? રબ ને બના દી જોડી પણ એક એવરેજ ફિલ્મ છે Nothing Special. સ્લમડોગ મિલિયોનેર પણ ટિપિકલ બ્રિટિશ ફિલ્મ છે ટેકિંગ અને મેકિંગ બન્નેની રીતે.
Wednesday, January 14, 2009
Tuesday, January 13, 2009
ક્રેશા
કાલે ક્રેશા શોપિંગ કરવા ગઈ હતી. તેને ડ્રેસ લઈ આપ્યો તો કહે કે બા તમે બહુ સરસ છે અને ઘરે આવીને આઈસક્રીમ માટે ના પાડી તો કહે કે ઘરમાં નહી આવવા દઊં.
Tuesday, November 11, 2008
સમ્મેતશિખર
હું મારી 10 દિવસની સમ્મેતશિખરજીની યાત્રા પરથી પાછો આવી ગયો છું . બહુ જલ્દીથી તેની પર વિસ્તારથી પોસ્ટ લખીશ. અને હા તેના ફોટા પણ મુકીશ.
Thursday, October 23, 2008
તૈયારી
દિવાળીમાં સમ્મેદશિખર જવાનું છે, તેની આજકાલ તૈયારીઓ ચાલે છે. આવીને તરત જ એના વિશે લખીશ. વિચારે તો છે કે દરેકે દરેક દિવસ માટે અલગ અલગ પોસ્ટ લખીશ. અને હા ફોટા પણ અપલોડ કરીશ.
Friday, October 10, 2008
ફરીથી ગુજરાતી
એક બે દિવસ પહેલા ઈંડિક IME ડાઉંનલોડ કર્યુ. માટે હવે બ્લોગ પોસ્ટ વધુ સરળ થઈ જશે. હવે ફરીથી મારી ડાયરી લખવાની આદતને પોષી શકીશ.
Thursday, October 02, 2008
મારો પોતાનો નેટ રેડીયો
જ્યારથી મને નેટ રેડિયોની જાણકારી હતી ત્યારથી મારો પોતાનો નેટ રેડીયો શરુ કરવાની ખુબ જ ઈચ્છા હતી, એ ઈચ્છા આજે ૮ વર્ષે પુરી થઈ છે. મારો રેડીયો તમે અહિં સાંભળી શકો છો.
ભારત છોડો આંદોલન
મને લાગે છે હવે ભારત છોડો આંદોલન શરુ કરવું પડશે ,માત્ર ફરક એટલો જ છે કે આ વખતે આતંકવાદીઓ ના વિરોધમાં.
Wednesday, August 13, 2008
Saturday, July 19, 2008
Subscribe to:
Posts (Atom)


